ટ્રેન મારફતે સુરતમાં નશાનો કાળો કારોબાર

Featured Video Play Icon
Spread the love

ટ્રેન મારફતે સુરતમાં નશાનો કાળો કારોબાર
રેલ્વે સ્ટેશન પર વેસ્ટ મુસાફરખાના બહારથી મહિલા ઝડપી
મહિલા સહિત બેને લાખોના ગાંજા સાથે ઝડપી પાડ્યા

ટ્રેન મારફતે સુરતમાં નશાનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનુ ફરી સામે આવ્યુ છે ત્યારે વેસ્ટર્ન રેલ્વેની એસઓજીની ટીમે સુરત રેલ્વે સ્ટેશન પર વેસ્ટ મુસાફરખાના બહારથી મહિલા સહિત બેને લાખોના ગાંજા સાથે ઝડપી પાડ્યા હતાં.

વેસ્ટર્ન રેલ્વે વડોદરાની એસઓજીની ટીમ મીશન સેફ સ્ટેશન સાથે સુરત રેલ્વે સ્ટેશન પર પીએસઆઈ એચપી રવિયા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ દાનિશજી પરથીજીને સુરત રેલ્વે સ્ટેશન વેસ્ટ મુસાફરખાના બહારથી ટ્રાફીક એરિયામાંથી પસાર થતી મહિલા બીકાશ છાબતિદાસ હન્નિદાસ દાસ અને બીકાશ પ્રભાકર બાડત્યાને આંતરી તેઓ પાસેના થેલાની ઝડતી લેતા તમાંથી 12 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 12 લાખ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *