સુરત મનપા દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મ જ્યંતિની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરત મનપા દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મ જ્યંતિની ઉજવણી
નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મ જ્યંતિની ઉજવણી
મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિતનાઓ જોડાયા

સુરત મનપા દ્વારા જય હિન્દના નારા આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મ જ્યંતિની ઉજવણી કરાઈ હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિતનાઓ જોડાયા હતાં.

દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની, અદમ્ય દેશભક્તિના પ્રતીક અને જય હિન્દના નારા આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતી નિમિત્તે સુરત મહાનગર પાલિકા દ્વારા વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, વિવિધ સમિતિઓના સભ્યો, એસએમસીના અધિકારીઓ, કોર્પોરેટરો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. તો કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે વિવિધ સરકારી તથા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ કાર્યક્રમમાં જોડાયા હતાં. તો ઉપસ્થિત પદાધિકારીઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે નેતાજીનું જીવન ત્યાગ, શૌર્ય અને અખંડ દેશભક્તિનું પ્રતીક છે અને તેમના વિચારો આજની યુવા પેઢી માટે માર્ગદર્શક છે. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ ગીતો, જય હિન્દ અને વંદે માતરમ્ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું. તો અંતે નેતાજીના આદર્શોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *