સુરત શહેરમાં ભેસ્તાન પોલીસનું કોમ્બિંગ

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં ભેસ્તાન પોલીસનું કોમ્બિંગ
રમજાન ઈદ અને રામ નવમીના તહેવારોને લઇ પોલીસ તંત્ર સજ્જ
તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો ધ્યેય

સુરત શહેરમાં આવનાર રમજાન ઈદ અને રામ નવમીના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ભેસ્તાન પોલીસે પોતાના વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસે તહેવારો પૂર્વે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. રમજાન ઈદ અને રામ નવમી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી અને જાહેર સ્થળો પર ખાસ નજર રાખી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા હિસ્ટ્રીશીટર અને અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. કોમ્બિંગ દરમિયાન ઓળખપત્રોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ લોકોને શાંતિ અને સહકાર જાળવવા અપીલ કરવામાં આવી હતી. પોલીસના આ અભિયાનનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *