ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ બે ગુન્હાઓ શોધી કાઢ્યા
ચારેક વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી પકડ્યા
સોના-ચાંદીના દાગીના કિ. ૮,૬૮,૫૦૦ તથા રોકડા રૂ.૫૬,૦૦૦ સહિત કુલ ૯,૪૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે છેલ્લાં ચારેક વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી સહિત બે ઇસમોને ઝડપી ઘરફોડ ચોરીનાં બે ગુન્હાઓ શોધી કાઢી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષકએ વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ જેન લઇ તા.૦૨ જુલાઈના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે ભાવનગર-વલ્લભીપુર રોડ ચોગઠ ગામના ઢાળ પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ ચતુર ઉર્ફે ખેખરૂ વાદળી તથા લાલ કલરના ચોકડાવાળો શર્ટ તથા અરુણ વાદળી કલરનો ચોકડીવાળો શર્ટ પહેરીને વાદળી કલરનું કીટ લઇને ઉભા છે. જે કીટમાં તેઓ પાસે સોનાના તથા ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે. જે તેઓ કયાંકથી ચોરી અગર તો છળ કપટથી લાવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવતાં મુદ્દામાલ અંગે કોઇ આધાર કે બિલ હોય તો રજુ કરવા કહેતાં તેની પાસે કોઇ આધાર કે બિલ નહિ હોવાનું અને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.જે નીચે મુજબનો મુદ્દામાલ તેણે કયાંકથી ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શક પડતી મિલકત તરીકે કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવેલ. આ મુદ્દામાલ અંગે તેની વધુ પુછપરછ કરતાં આ સોના ચાંદીના દાગીના તથા અન્ય વસ્તુ તથા રોકડા રૂપીયા આજથી આશરે બે મહિનાની અંદર ઉમરાળા ગામ ખાતે આવેલ અલગ-અલગ ચારેક રહેણાંક મકાનોના તાળા પોતાની પાસે રહેલ લોખંડના પાનાથી તોડી મકાનમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના, રોકડ તથા અન્ય વસ્તુઓની ચોરી કરેલ હોવાની તથા નં.૦૧ શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડવાનો બાકી હોવાની કબુલાત કરેલ. આમ તેઓની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ ભાવનગર, શિહોર પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.
