તાપીમાં “આદિવાસી મહિલા સશક્તિકરણ સમારોહ” કાર્યક્રમમાં

Featured Video Play Icon
Spread the love

તાપીમાં “આદિવાસી મહિલા સશક્તિકરણ સમારોહ” કાર્યક્રમમાં
શ્રી આંબેડકર હોલ વ્યારા ખાતે કાર્યક્રમ યોજાયો

મેઘા આદિવાસી મહિલા મંડળી અને સેવા કો-ઓપરેટીવ ફેડરેશન અમદાવાદ તરફથી આપવામાં આવેલ નિમંત્રણ પર ગંગા સમગ્ર તાપી પ્રાંતના અધ્યક્ષ સુદામ સાટોટે તથા તાપી પ્રાંત વૃક્ષા રોપણ આયામના ઉપાધ્યક્ષ સંજયભાઈ શાહ તા.07/11/2025 શુક્રવાર “આદિવાસી મહિલા સશક્તિકરણ સમારોહ” કાર્યક્રમમાં શ્રી આંબેડકર હોલ વ્યારા ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રાકૃતિક ખેતી પ્રત્યે મહિલા ખેડૂતોને આધુનિક શિક્ષણ અને તાલીમ થકી જાગૃતતા લાવી પ્રોત્સાહિત કરી વધુ ઉત્પાદકતા મેળવવા અને જમીનની ફળદ્રુપતા વધારવાનો કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો. રાસાયણિક ખાતરના ઉપયોગથી ઉત્પાદન ભલે થોડું વધારે મળતું હોય પણ જમીન ફળદ્રુપતા ગુમાવતાં તેનામાં રહેલા ઘણાં પોષક તત્વો હંમેશ માટે નાશ પામે છે. અને પાકમાં પોષક તત્વોની ઊણપ જોવા મળે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપીના વૈજ્ઞાનિક સી.ડી.પંડયા, નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક શ્રેયાંશ ચૌધરી, નિવૃત ખેતીવાડી અધિક્ષક મેવાડા, પ્રાકૃતિક ખેતીમાં સફળતાં મેળવી ટ્રેનિંગ સેન્ટર ચલાવતાં માંડવી તાલુકાના ઉંટેવા ગામનાં કરસન ચૌધરી અને પ્રાકૃતિક ખેતી માટે અતિ મહત્વનું અંગ દેશી જાતની ગૌમાતા અને તેનું મળમૂત્ર માંથી તૈયાર થતું છાણિયું ખાતર ના પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ થકી વધુ ઉત્પાદકતા અને સફળતાં મેળવી અન્યોને ઉદાહરણરૂપ સાબિત થયેલાં તાપીના લખાલી ગામના મહિલા ખેડૂત શ્રીમતિ દર્શનાબેન ચૌધરી નાઓએ 12 જેટલી સંસ્થાઓ માંથી પધારેલ 200 જેટલા મહિલા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રાકૃતિક ખેતી માટે અતિ મહત્વપૂર્ણ માહિતી અને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના બહાર માર્કેટમાં વેચાણ માટે પણ જરૂરી માહિતી આપી હતી. કમોસમી વરસાદ કે હવામાનની જાણકારી સમયસર મળી રહે તે માટે મોબાઈલ એપ્લિકેશન ગ્રીન એલર્ટ, મેઘદૂત તેમજ દામિની અંગેની જાણકારી આપવામાં આવી હતી. જેનાથી અચાનક થતાં નુકશાનથી ખેડૂત બચી શકે. મહિલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશો અને એનો ઉપયોગ કરી કેમિકલ વગરની દૈનિક ઘર વપરાશ ની જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે સાબુ, અગરબત્તી, ધૂપ બત્તી, શેમ્પૂ, ખાવા માટે મિલેટ્સ વાનગીઓ, ચોખા, ઘઉં વગેરેના પ્રદર્શન કાઉન્ટર સ્ટોલ મૂકી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *