સુરત ખટોદરામાં ચીટીંગના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ અશોક નાનવાણી

Featured Video Play Icon
Spread the love

સુરત ખટોદરામાં ચીટીંગના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ અશોક નાનવાણી
આરોપીને પીસીબીની ટીમે ઝડપી ખટોદરા પોલીસને સોંપ્યો

ખટોદરા પોલીસ મથકમાં ચીટીંગના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને પીસીબીની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ પીસીબીની ટીમ પી.આઈ. આર.એસ. સુવેરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ સહદેવ તથા એએસઆઈ હસમુખની બાતમીના આધારે પીસીબીની ટીમે ખટોદરા પોલીસ મથકમાં ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા રાંદેર રોડ રામનગર ખાતે રહેતા લોકેશ ઉર્ફે રાહુલ અશોક નાનવાણીને ઝડપી પાડી તેનો કબ્જો ખટોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *