અમરેલી: લાઠી બાબરાનિ પૂર્વ ધારાસભ્ય અને મંત્રી બાવકુ ઊંઘાડે

Featured Video Play Icon
Spread the love

અમરેલી: લાઠી બાબરાનિ પૂર્વ ધારાસભ્ય અને મંત્રી બાવકુ ઊંઘાડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાઠવ્યો પત્ર
અમરેલીના પટેલ સંકુલ નજીક થતી લુખાતત્વોની રોમિયોગીરી મુદ્દે પાઠવ્યો પત્ર
અગાઉ એસ.પી.શોભા ભૂતડાએ રોમિયો સ્કોર્ડની રચના કરેલ – બાવકુ ઉંઘાડ….
સંકુલ નજીક પોલીસ ચોકી પણ સ્થાપી ને ઝીપ ફાળવેલ – બાવકુ ઉંઘાડ…..
રોમીયો સ્કોર્ડ બંધ થતા લુખ્ખા તત્વોની રોમિયોગીરી વધી – બાવકુ ઉંઘાડ….

અમરેલીમાં લાઠી બાબરાનિ પૂર્વ ધારાસભ્ય અને મંત્રી બાવકુ ઊંઘાડેએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવ્યો છે. જેમાં અમરેલીના પટેલ સંકુલ નજીક થતી લુખાતત્વોની રોમિયોગીરી મુદ્દે આવેદન આપ્યું છે. સંકુલમાં દીકરીઓ અને હોસ્ટેલમાં રહેતી દીકરીઓને ફસાવવાનો કારસો હોવાની રજૂઆત કરી હતી. તેમણે રોમીયો સ્કોર્ડની રચના કરી લુખ્ખા તત્વોને રોમીયોગીરી બંધ કરાવવાની માંગ કરી છે.

અમરેલીમાં શાળાએ જતી છાત્રાઓ સમક્ષ રોમિયોગીરી કરી છેડતી કરી અથવા તેમને ફસાવી જીંદગી બરબાદ કરતા તત્વો બેફામ બનીને ફરી રહ્યા છે. ત્યારે ભાજપ અગ્રણી અને પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડે આવા તત્વોને જબ્બે કરવા એન્ટી રોમિયો સ્કોવર્ડ બનાવવાની મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે ચક્કરગઢ રોડ પર પટેલ સંકુલમાં 8 હજાર દિકરી અભ્યાસ કરે છે. આ રોડ પર છેડતીના બનાવો વારંવાર બને છે. અહીં લુખ્ખા તત્વો આંટાફેરા મારતા રહે છે અને યુવતિઓને ફસાવી કોલ રેકોર્ડ અને વિડીયો રેકોર્ડીંગ કરી મજબુરીનો લાભ લઈ જીંદગી બરબાદ કરે છે. આબરૂ જવાની બિકે ફરિયાદ થતી નથી. પરંતુ આ પ્રવૃત્તિ અટકાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ એસપી શોભા ભુટડાએ એન્ટી રોમિયો સ્કોવર્ડ બનાવી હતી અને અહીં પોલીસ ચોકી પણ શરૂ કરી હતી. આ સ્કોવર્ડને વાહન ફાળવ્યું હતું. જે તમામ સ્કૂલ, કોલેજ વિસ્તારમાં ફરતુ હતું. હાલની સ્થિતિને ગંભીર ગણી ફરી આ સ્કોવર્ડનું નિર્માણ થવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છેકે, અમરેલી જિલ્લામાં લુખ્ખાઓના કારણે અનેકવાર છાત્રોઓના પરિવારજનો અભ્યાસથી દૂર રાખવામાં આવે છે. તેથી ભવિષ્ય પર અસર થાય છે અને ઘરથી બહાર નિકળવામાં ડરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *