સુરતમાં ડીજીટલ એરેસ્ટના ગુનામાં નાસતા ફરતા આરોપી
અમદાવાદથી આરોપીને સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો
આરોપી જીજ્ઞેશ સુનિલુકમાર શાહને ઓઢવ ખાતેથી ઝડપ્યો
ડીજીટલ એરેસ્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને અમદાવાદથી સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરતમાં રહેતા સિનિયર સીટીઝનને અઠવાડીયા સુધી ડિજિટલ એરેસ્ટ કરી સીબીઆઈ ઓફઇસર તરીકેની ખોટી ઓળખ આપી વિડીયો કોલ કરી નરેશ ગોયલ કેસમાં તમારા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરાયો છે તેમ કહી 22 લાખ ટ્રાન્સફર કરાવી લેનાર ટોળકીના વધુ એક સાગરીત એવા જીજ્ઞેશ સુનિલુકમાર શાહને અમદાવાદના ઓઢવ ખાતેથી સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. તો આરોપીએ અન્યોના એકાઉન્ટ સાયબર ફ્રોડ કરનારાઓને આપ્યા હોવાની કબુલાત કરી હતી.
