સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં એસીબીની રેડ
એક વ્યક્તિને 500ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો
રંવાર થતી આવી લાંચીયા કામગીરી સામે કાયમી પગલા લેવાશે ?
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મુલાકાત કરાવવાના બહાને લાંચ લેવાનો ખેલ એસીબીએ ખુલ્લો પાડી ઓપરેશન હાથ ધરી એક વ્યક્તિને 500ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તો અગાઉ પણ આવી લાંચીયા પ્રવૃત્તિઓ થઈ હોવાનુ સામે આવતા લાજપોર તંત્ર સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં લાંચખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હોય તેમ એસીબીએ ડીકોય ઓપરેશન ગોઠવ્યું હતું. તપાસ દરમિયાન આરોપી પ્રતિક કૈલાશ સસાણેએ જેલમાં કેદીની મુલાકાત કરાવવા માટે નિયમિત પ્રક્રિયા વગર સીધી મુલાકાત કરાવવાના બહાને 500થી 1000 સુધીની લાંચની માંગણી કરી હતી. ડીકોય દરમિયાન આરોપીએ હાથના ઈશારાથી 500ની લાંચ માગી અને સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી પાસેથી 500ની લાંચની રકમ પણ કબજે કરવામાં આવી છે. તો અગાઉ પણ લાજપોર જેલમાં રૂપિયા લઈ મુલાકાત કરાવાતી હોવાના કેસો એસીબીએ પકડી પાડ્યા છે ત્યારે વારંવાર થતી આવી લાંચીયા કામગીરી સામે કાયમી પગલા લેવાશે કે કેમ તે જોવુ રહ્યું…
