અપ્રમાણસર મિલકત કેસમાં કેતકી વ્યાસ સામે એસીબીની તપાસ તેજ
3.67 કરોડની મિલકત વધુ હોવાનો તપાસમાં ખુલાસો
કેતકી વ્યાસના આગોતરા જામીન હાઈકોર્ટે ફગાવ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસની આવક કરતા વધારે સંપત્તિ કેસમાં ધરપકડ કરી છે.
આવક કરતા વધુ સંપત્તિના કેસમાં આણંદના તત્કાલીન અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ આખરે પોલીસ સકંજામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેતકી વ્યાસની શેલા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. કેતકી વ્યાસ પોતાની બહેનના ઘરે છુપાઈને રહેતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ તેમને ACB ને સોંપી દેવાઈ હતી. આણંદના તત્કાલીન કલેક્ટર ડી.એસ. ગઢવીની ચેમ્બરમાં છૂપો કેમેરા લગાવવાના અને બ્લેકમેઈલના વિવાદ બાદ કેતકી વ્યાસ સામે ACB ની આવક અને સંપત્તિ અંગેની તપાસ શરૂ થઈ હતી. ACB ની તપાસ દરમિયાન કેતકી વ્યાસ પાસે તેમની કાયદેસરની આવક કરતાં અંદાજે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત હોવાનો ખુલાસો થયો છે. તપાસ મુજબ આ સંપત્તિ તેમની જાણીતી આવકના સ્ત્રોતોની સરખામણીએ 68.84 ટકા વધુ હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં કેતકી વ્યાસે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કરતાં હવે તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે ACB દ્વારા કેતકી વ્યાસની પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા 22 જુન 2026ના રોજ એસીબીએ આણંદના પૂર્વ નિવાસી કલેક્ટર અને હાલ ફરજ મોકૂફ કેતકી વ્યાસ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 1 એપ્રિલ, 2012 થી 31 માર્ચ, 2023 દરમિયાન કેતકી વ્યાસે પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે વિવિધ મિલકતો ખરીદી હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે. ACBના આરોપ મુજબ સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સંપત્તિ એકત્ર કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
