ગુજરાતમાં આમ આદમી પાર્ટી 5 ખેડૂત મહાપંચાયત યોજશે
તાપીના સોનગઢમાં બરડીપાડા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન
16 ડિસેમ્બરે આપના પ્રદેશના નેતાઓ મુખ્યમંત્રી પાસે જશે,
ખેડૂતોનું માંગ પત્ર આપી હેક્ટર દીઠ 50 હજાર વળતર ચૂકવવા માંગ કરશે
ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના પાક નુકશાન, સહાય વગેરે જેવા મુદ્દાઓ પર વાત કરવામાં આવે છે. જેને પગલે તાપીના સોનગઢમાં બરડીપાડા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે
ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા તાપીના સોનગઢમાં બરડીપાડા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતોને જોડાવવા માટે AAP નેતા બ્રિજરાજ સોલંકીએ અપીલ કરી છે. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં ખેડૂતો સાથે થતા અન્યાય સામે ખેડૂતોને સંગઠિત કરવાનું કામ AAP કરી રહી છે. આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહીને આપણે સૌ ખેડૂતોની એકતા દર્શાવીએ. ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના પાક નુકશાન, સહાય વગેરે જેવા મુદ્દાઓ ઉપર ગુજરાત સરકાર સામે લડી રહ્યા છે, આમ આદમી પાર્ટીએ 5 ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી તારીખ 23 નવેમ્બરે વ્યારા બારડોલી લોકસભા ખાતે, તારીખ 29 નવેમ્બરે આણંદ ખાતે, તારીખ 30 નવેમ્બરે બનાસકાંઠા ખાતે, તારીખ 7 ડિસેમ્બરે અમરેલી ખાતે, તારીખ 14 ડિસેમ્બરે કચ્છ ખાતે ખેડૂત મહાપંચાયત યોજાશે.
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટીએ લડી લેવાની જાહેરાત કરી છે. રાજ્યમાં 5 ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરી હતી, નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા આ પહેલા ગુજરાતમાં બોટાદના હડદડ અને સુરેન્દ્રનગરના સુદામડામાં ખેડૂત મહાપંચાયત યોજાવમાં આવી હતી. જેમાં હડદડમાં મહાપંચાયત સમયે ઘર્ષણનો બનાવ બન્યો હતો. તારીખ 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ ખેડૂતોનું માંગ પત્ર રજૂ કરશે. પંજાબમાં AAP સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર 50 હજારનું વળતર ચૂકવ્યું છે તો એટલું જ વળતર ગુજરાત સરકાર પણ ખેડૂતોને ચૂકવે તેવી મુખ્યમંત્રી પાસે માંગ કરશે……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
