સુરતમાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ
ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા
પૂર્વ સુરત કોંગ્રેસ પ્રમુખ શંભુ પ્રજાપતિના દિકરા આપમાં
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરી ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા હોવાની માહિતી આપી હતી.
સુરત શહેરના ભાજપ અને કોંગ્રેસના પ્રતિષ્ઠિત આગેવાનો આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈને સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણી અને નવસારી લોકસભા પ્રભારી પંકજ તાયડેની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કરી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. આપમાં જોડાનારાઓમાં પુર્વ સુરત કોંગ્રેસ પ્રમુખ શંભુ પ્રજાપતિના દિકરા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ, ઉત્તર ભારતીય સમાજના કોંગ્રસના આગેવાન અવઘેશસિંહ સહદેવસિંહ રાજપુત, હરિમંગલસિંહ રાજપૂત, સૌરાષ્ટ્ર દલિત સમાજના ગિરીશ સોસા, કનુભાઈ દેસાઈ રબારી, પવન ચાવડા ભરવાડ, ઉત્તર ભારતીય બિહાર સમાજના જાવેદ રુસ્તમ, ભાજપના જીતુભાઈ સીતારામ કુંભાર, યોગેશ રોહીદાસ પાટીલ, મહેશ કુમાવત અને સ્મિત શ્રવણ શર્મા આપમાં જોડાયા હતાં.
