સુરતના પુણા વિસ્તારમાંથી ત્રણ વર્ષ અગાઉ ગુમ થયેલા યુવાન

Featured Video Play Icon
Spread the love

સુરતના પુણા વિસ્તારમાંથી ત્રણ વર્ષ અગાઉ ગુમ થયેલા યુવાન
ત્રણ વર્ષ અગાઉ ગુમ થયેલા યુવાનની હત્યાની આશઁકા
કેનાલ રોડ નજીક જમીન ખોદી મૃતકની શોધખોળ હાથ ધરી

સુરતના પુણા વિસ્તારમાંથી ત્રણ વર્ષ અગાઉ ગુમ થયેલા યુવાનની હત્યા કરાઈ હોવાનું હત્યારાઓમાંથી એક સગીરે ગુમ વ્યક્તિના ભાઈને જાણ કરતા તેઓ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા કેનાલ રોડ નજીક જમીન ખોદી મૃતકની શોધખોળ હાથ ધરી હતી.

સુરતના પુણા વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા ગુમ થયેલ વ્યક્તિની શોધખોળ શરૂ કરાઈ છે. ત્રણ વર્ષ પેહલા નશીલા પ્રદાર્થોનુ સેવન કરી રહેલા ત્રણ ચાર સગીરોએ ભેગા મળી નશીલા પ્રદાર્થોનુ સેવન કરી માથાકુટ કરી એકની હત્યા કરી નાંખી હતી. આ હત્યાં કાંડની ઘટનામાં હાજર એક સગીરે મૃતકના ભાઈને જાણ કરી હતી જેથી તેઓ દ્વારા પુણા પોલીસને જાણ કરાઈ હતી. હાલ પુણા પોલીસ દ્વારા મૃતકની લાશની શોધખોળ હાથ દરાઈ છે. હત્યા કર્યા બાદ પુણા કેનાલ રોડ નજીક જમીનમાં લાશ દાટી દીધી હોવાનુ કહેવાતા પુણા પોલીસ દ્વારા પાંચ દિવસથી જેસીબી દ્વારા ખોદકામ કરાઈ રહ્યુ છે જો કે હજુ સુધી યુવકની લાશ મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *