રાજકોટમાં મોંઘીદાટ કારની સર્વિસ ન મળતા અનોખો વિરોધ

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં મોંઘીદાટ કારની સર્વિસ ન મળતા અનોખો વિરોધ
રેન્જ રોવર કારના માલિક બળદ બાંધીને શો રૂમમાં પહોંચ્યા
દોઢ વર્ષ પહેલા 2.30 કરોડની કાર ખરીદી હતી

રાજકોટમાં સર્વિસ પ્રત્યેની બેદરકારી અને ગ્રાહક સેવાના અભાવ સામે અનોખો વિરોધ જોવા મળ્યો છે. અહીં દોઢ વર્ષ પહેલાં 2 કરોડ 10 લાખની મોંઘીદાટ રેન્જ રોવર કાર ખરીદનાર માલિકની વારંવાર ફરિયાદ કરવા છતાં સર્વિસ અને રિપેરિંગ નહી મળતાં વિરોધની અનોખી રીત અપનાવી હતી.

રાજકોટમાં સર્વિસ પ્રત્યેની બેદરકારી અને ગ્રાહક સેવાના અભાવ સામે રેન્જ રોવરના કાર માલિક વસીમ ખોખરે તેમની કરોડોની કારને સર્વિસ નહી મળતા કંટાળીને અસામાન્ય પગલું ભર્યું હતું. તેમણે પોતાની રેન્જ રોવર કારને પાછળના ભાગે બળદ બાંધીને શો રૂમ સુધી ખેંચાવી હતી અને ત્યાં જઈ વિરોધ નોંધાવ્યો હતો. કાર માલિક વસીમ ખોખરના જણાવ્યા અનુસાર, તેમણે દોઢ વર્ષ પહેલાં આ લક્ઝરી કાર ખરીદી હતી, પરંતુ કારમાં અનેક કંપની ફોલ્ટ છે. આ ફોલ્ટ અંગે કંપનીને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેમના પ્રશ્નોનું સમાધાન થતું નથી.

વસીમ ખોખરે માંગ કરી છે કે કંપની કારમાં રહેલા તમામ ફોલ્ટ અંગેની લેખિતમાં બાંહેધરી આપે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગ્રાહક તરીકે લાખો-કરોડો રૂપિયા ચૂકવ્યા બાદ પણ તેમને યોગ્ય સર્વિસ અને સન્માન મળતું નથી. મોંઘીદાટ લક્ઝરી કારને બળદ દ્વારા ખેંચીને શો-રૂમમાં લાવવાનો આ અનોખો વિરોધ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *