સુરતમાં 500 રૂપિયા જેવી નજીવી બાબતે આગ લગાવી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 500 રૂપિયા જેવી નજીવી બાબતે આગ લગાવી
ગેરેજમાં આગ લગાવી દેવાતા ફાયર દોડતી થયુ

સુરતમાં 500 રૂપિયા જેવી નજીવી બાબતે ગેરેજમાં આગ લગાવી દેવાતા ફાયર દોડતી થઈ ગયુ હતું.

સુરતમાં આગની આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. જેમાં અલથાણ વિસ્તારમાં એક ગેરેજ સળગાવી દેવાઈ હતી. ભીમરાડ સોમિબા પાર્ટી પ્લોટની ગલીમાં રઘુવીર સેફ્રનની સામે ગેરેજ પંચરની દુકાન આવેલી છે જ્યાં 500 રૂપિયાની સામાન્ય લેતી દેતીમાં ગેરેજમાં આગ લગાડી દેવાય હતી જેને લઈ સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતા ફાયર ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો તો આગમાં કોઈ જાનહાની નહી થતા હાશકારો અનુભવાયો હતો. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *