અરવલ્લીમાં વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરાયું
ગાયત્રી ચેતના કેન્દ્ર થી ઉમિયા માતાજી મંદિર સુધીની યાત્રા યોજાઈ
જિલ્લા કલેક્ટર અને ડીડીઓની ઉપસ્થિતિમાં વૃક્ષ કાવડ યાત્રાને લીલી ઝંડી અપાઈ
ગાયત્રી પરિવાર મોડાસા દ્વારા પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિના રક્ષણ માટે વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું..
જેમાં ગાયત્રી પીરિવાર સાથે જોડાયેલા લોકો અને પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા.. આ યાત્રા અંતર્ગત એક બાજુ કાવડમાં જળ અને બીજી બાજુ છોડ મૂકી બનાવવામાં આવેલી કાવડ લઇ સમગ્ર નગરમાં ભ્રમણ કરી નવી પેઢી ને પર્યવરણ અને પ્રકૃતિ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે…અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ડીડીઓની ઉપસ્થિતિમાં વૃક્ષ કાવડ યાત્રાને લોલી ઝંડી અપાઈ હતી…ગાયત્રી ચેતના કેન્દ્ર થી ઉમિયા માતાજી મંદિર સુધીની યાત્રા યોજાઈ હતી..ઉલ્લેખનીય છે કે જેમ જેમ શહેરો વિકસિત થતા ગયા તેમ તેમ તેની સીધી અસર પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર પડી છે તેવા સમયમાં આ યાત્રા નવી અને જૂની પેઢી માટે જાગૃતિનું માધ્યમ બને તેવા પ્રયાસ સાથે નવતર પ્રયોગ કરાયો હતો
