મોડાસામાં કરોડોના ખર્ચે બનેલું સબ માર્કેટ યાર્ડ ખંડેર જેવું

Featured Video Play Icon
Spread the love

મોડાસામાં કરોડોના ખર્ચે બનેલું સબ માર્કેટ યાર્ડ ખંડેર જેવું
8 વર્ષ બાદ પણ ધૂળ ખાઈ રહ્યું છે સબ માર્કેટ યાર્ડ
બાજકોટ ગામે બાયપાસ રોડ પર બનેલું છે આ યાર્ડ

મોડાસા માર્કેટ યાર્ડ દ્વારા આઠ વર્ષ પહેલા બજકોટ ગામે બાયપાસ રોડ ઉપર કરોડોના ખર્ચે સબ યાર્ડ બનાવવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ આજ દિન સુધી આ સબ યાર્ડમાં હરાજીનું કામકાજ શરૂ થયું નહિ હોવાથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે.

મોડાસા માર્કેટ યાર્ડ દ્વારા આઠ વર્ષ પહેલા બજકોટ ગામે બાયપાસ રોડ ઉપર કરોડોના ખર્ચે સબ યાર્ડ બનાવવામાં આવ્યું હતું. લાખો- કરોડોના ખર્ચે બનેલા આ યાર્ડ હજુ પણ કાર્યરત નહિ થવાના કારણે ખેડૂતોને બસ – ટ્રાફિક સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગામના ખેડૂત મોટી સંખ્યામાં માંગ કરે છે કે આ સબ યાર્ડમાં હરાજીનું કામકાજ જલ્દીથી શરૂ કરવામાં આવે. જિલ્લાની કોંગ્રેસ ખરીધારીઓના વ્હારે આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપીને આ સબ યાર્ડ ચાલુ રહે તેવી માંગ કરવામાં આવી છે.

સત્તાધારીઓએ કહ્યું છે કે આ સબ યાર્ડ લોકાર્પણની બાદ હાલાટ યાર્ડના સ્થાનિક વેપારીઓના હડતાળના કારણે ચાલુ ન થઈ શક્યું હતું અને ઓછા વેપારીઓને લાવી ચાલુ કરવાના પ્રયાસો થવા છતાં હાલ વ્યવસાયીઓની અપૂર્તતા કારણે ખોલવામાં આવ્યો નથી. સરકાર દ્વારા આ સબ યાર્ડ ચાલુ કરવાના પ્રયત્નો ચાલુ છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *