સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
શહેરમાં અઢી વર્ષની બાળકી પર ફરી વળી વાન
હચમચાવતો વીડિયો સામે આવ્યો
બાળાને કોઈ મોટી ઈજા ન થતા હાશકારો અનુભવાયો
સુરતમાં માસુમ બાળકોની વધુ દરકાર લેવી જોઈએ કારણ કે વારંવાર અકસ્માતનો બાળકો ભોગ બને છે. ત્યારે જહાંગીરપુરા સમુન વંદન પી ટુ બિલ્ડીંગ પાસે સ્કુલ વાન આગળ આવી ગયેલી બાળા પર વાન ચઢી ગઈ હતી જો કે બાળાને કોઈ મોટી ઈજા ન થતા હાશકારો અનુભવાયો હતો.
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુમન વંદન પી ટુ સોસાયટીમાં સોમવારે એક હૃદયદ્રાવક અને ચમત્કારિક ઘટના બની હતી. એક 3 વર્ષની બાળકી ચાલતા-ચાલતા અચાનક સ્કૂલવાનની આગળ આવી વાનના પૈડા તેના પર ફરી વળ્યાં હતાં. આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો હતો અને સામાન્ય ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે જોઈને બાળકીના માતા-પિતા સહિત સૌકોઈ ચોંકી ગયા હતાં. જેને લઈ હવે માસુમ બાળકોના માતા-પિતાએ બાળકો પર ખાસ ધ્યાન આપવુ જોઈએ તેવી જરૂર છે.
