ભાવનગરમાં 10 હજારનો ઈનામી આઠ વર્ષથી ફરાર આરોપી પકડાયો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં 10 હજારનો ઈનામી આઠ વર્ષથી ફરાર આરોપી પકડાયો
આરોપીને સુરત પીસીબીની ટીમે ઝડપી પાડ્યો
સુનીલ કિશોરી પ્રસાદને મહારાષ્ટ્રના બારામતી ખાતે ઝડપ્યો

ભાવનગરમાં 10 હજારનો ઈનામી અને છેલ્લા આઠ વર્ષથી નસતા ફરતા આરોપીને સુરત પીસીબીની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા શહેર અને અન્ય જીલ્લાઓમાં ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ પીસીબી પીઆઈ આરએસ સુવેરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો અશોકભાઈ ને મળેલી બાતમીના આધારે ભાવનગરના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથકમાં 8 વર્ષથી વોન્ટેડ અને 10 હજારનો ઈનામી આરોપી એવા સુનીલ કિશોરી પ્રસાદ ને મહારાષ્ટ્રના બારામતી ખાતે આવેલ ગૌરવ એન્જીનીયરીંગ એમઆઈડીસીમાંથી ઝડપી પાડ્યો હતો. તો આરોપી મુળ યુપીના દેવરીયાનો હોવાનુ અને વર્ષ 2018માં ભાવનગર ખાતે ગુનો કરી ભાગી છુટ્યો હોય જેના પસ 10 હજારનો ઈનામ પણ હોવાનું જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *