સુરતના ચૌટા બજારમાં ફેરિયાઓ માટે દબાણની જગ્યા
કેલાપીઠ વિસ્તારમાંજ 4 જર્જરિત ઈમારત સીલ કરાઈ
પાલિકાની રિપેરિંગ અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટની નોટિસ
સુરતના ચૌટા બજારમાં ફેરિયાઓ માટે દબાણ માટેની માનીતી જગ્યા એવા કેલાપીઠ વિસ્તાર માંજ 4 જર્જરિત ઈમારત સીલ કરાઈ હતી.
સુરત ચૌટા બજારમાં ફેરિયાઓ દ્વારા દબાણ મામલે સુરત પાલિકાએ વધુ એક કાર્યવાહી કરી છે. અને ફેરિયાઓ માટે દબાણ માટેની માનીતી જગ્યા શીલ કરાઈ હતી. સુરતના ચૌટા બજારમાં આવેલ કેલાપીઠ વિસ્તારમાં જર્જરિત ઈમારત શીલ કરાઈ હતી. આ ઇમારતનો ફેરિયાઓ ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતાં. 30 ફૂટ પહોળી જગ્યામાં ફેરિયાઓ મોટાપાયે દબાણ કરતા હતા જેના કારણે ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી હતી. ચૌટા બજારમાં દબાણ હટાવવા વચ્ચે વધુ એક પાલિકાની કાર્યવાહી કરાઈ છે. વર્ષ 2019, 2023 અને 2025 માં પાલિકાએ રિપેરિંગ અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા નોટિસ આપી હતી છતા મિલ્કતદાર દ્વારા કોઈ રિપોર્ટ રજુ કર્યો ન હતો. જેથી પાલિકાએ મિલ્કત સીલ કરી છે. પાલિકાની વધુ એક કાર્યવાહીના પગલે ફેરૌયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
