અરવલ્લી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

Featured Video Play Icon
Spread the love

અરવલ્લી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
આ પ્રસંગે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો
કાર્યક્રમમાં નાનાથી લઈને મોટા સુધીના ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા

અરવલ્લી જિલ્લાના ટોરડા ગામે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના ટોરડા ગામે આજે જન્માષ્ટમીનો પાવન પ્રસંગ ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. ટોરડા ગામે આવેલ ગોપાળાનંદ સ્વામિનારાયણ મંદિરની જન્મભૂમિ ખાતે ગામના યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ ગામલોકો ઉમટી પડ્યા હતા.વરઘોડા દરમ્યાન ભક્તિ સંગીત અને ઢોલ-નગારા સાથે સમગ્ર ગામમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો. તેમજ યુવાનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાનાથી લઈને મોટા સુધીના ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.જન્માષ્ટમી મહોત્સવના પાવન અવસર પર ટોરડા ગામ જાણે ગોકુલ અને વૃંદાવનનું રૂપ ધારણ કરી ગયું હોય તેવી ભક્તિની લાગણી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *