સુરતના અમરોલી બ્રિજ પરથી પસાર થતી કારને બસની ટક્કર
મહિલા કોર્પોરેટરની ગાડીને પાછળથી ટક્કર મારતા અકસ્માત
કાર ચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માત
સુરતના અમરોલી બ્રિજ પરથી પસાર થતી બીઆરટીએસ બસના ચાલકે મહિલા કોર્પોરેટરની ગાડીને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તો કાર ચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયુ હોવાનુ સામે આવ્યુ છે.
સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસો દ્વારા છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમરોલી બ્રિજ પરથી પસાર થઈ રહેલી મહિલા કોર્પોરેટરની ગાડીને બીઆરટીએસ બસે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં કારચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયો હોવાનું કેદ થયું છે.
