વાવ થરાદમાં આંગણવાડી બહેનો દ્વારા રાજ્ય વ્યાપી હડતાળ

Featured Video Play Icon
Spread the love

વાવ થરાદમાં આંગણવાડી બહેનો દ્વારા રાજ્ય વ્યાપી હડતાળ
રાજ્ય વ્યાપી હડતાળને જોરદાર સમર્થન આપવામાં આવ્યું

વાવ થરાદ જિલ્લામાં આજે આંગણવાડી બહેનો દ્વારા રાજ્ય વ્યાપી હડતાળને જોરદાર સમર્થન આપવામાં આવ્યું હતું.

જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રાખી બહેનો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. થરાદ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર અને તેડાગર બહેનો એકત્રિત થઈ પોતાના હક્ક માટે અવાજ ઉઠાવ્યો હતો આંગણવાડી બહેનોનો આક્ષેપ છે કે હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા પગાર વધારાનો અમલ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવ્યો નથી. વર્ષો સુધી સેવા આપતી બહેનોને માત્ર દસ હજાર રૂપિયાના માનદ વેતનમાં આઠ કલાકથી વધુ કામગીરી કરવી પડે છે. તે ઉપરાંત, વધારાની ઓનલાઈન કામગીરીનો ભાર પણ સોંપવામાં આવે છે, જે માટે જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી

બહેનોનું કહેવું છે કે સરકાર દ્વારા સ્માર્ટફોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી ઘણા કેન્દ્રોમાં મોબાઈલ આપવામાં આવ્યા નથી. ઓનલાઈન રિપોર્ટિંગ, ડેટા એન્ટ્રી અને અન્ય પ્રશાસકીય કામગીરી માટે વ્યક્તિગત સાધનોનો ઉપયોગ કરવો પડે છે, જે તેમના માટે આર્થિક બોજ સમાન છે. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે પૂર્ણ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. થરાદ ખાતે યોજાયેલ સભામાં બહેનો દ્વારા સરકારને તાત્કાલિક પગાર વધારો અમલમાં મૂકવા અને કામગીરી માટે જરૂરી સાધનો પૂરા પાડવાની માંગ કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ પર જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકારની શું પ્રતિક્રિયા આવે છે તે જોવાનું રહ્યું. પરંતુ આજે વાવ થરાદ જિલ્લામાં આંગણવાડી બહેનોનો રોષ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *