સુરતમાં નીરાનુ વેચાણ કરનારની તાપસ
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નીરાના સેમ્પલો લીધા
સબરસ હોટલ પાસે તેમજ ચોકબજાર સ્થિત કેન્દ્રના સેમ્પલ ફેલ
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નીરાનુ વેચાણ કરનારી સંસ્થાઓ પર તપાસ કરી નીરાના સેમ્પલો લીધા હતા જેમાંથી બે સેમ્પલો ફેઈલ સાબિત થયા છે.
દૂધની પ્રોડક્ટ વેચનારી સંસ્થાઓ પર તપાસ બાદ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે નીરાનું વેચાણ કરનારી સંસ્થાઓ પર તપાસ કરી સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા. જેમાંથી બે સેમ્પલ ફેઇલ સાબિત થતા તેમની સામે પગલા લેવાશે. શિયાળાની સીઝનમાં લોકો સ્વાસ્થ્ય માટે નીરો પીવે છે જોકે કેટલાક વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતો નીરાની ક્વોલિટી અંગે ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મોટાપાયે તપાસ હાથ ધરી હતી. જેમાં શ્રી ચોર્યાસી અને ઓલપાડ તાલુકા નીરા અને તાડગોળ ઉત્પાદક સહકારી મંડળી લીમીટેડના સુરત સ્ટેશન નજીકના સબરસ હોટલ પાસે સ્થિત નીરાભવન તેમજ ચોકબજાર સ્થિત કેન્દ્રમાંથી સેમ્પલ લઇ તપાસ માટે મોકલ્યા હતાં. જેમાં બન્ને સેમ્પલોની તપાસમાં ફેઇલ થયા છે.
