સુરતની ઈચ્છાપોર પોલીસે 15 બેટરીઓ કબ્જે કરી
ટ્રક, ટેલર અને ડમ્ફરમાંથી બેટરીની ચોરી કરનાર રીઢાઓ ઝડપાયા
સુરેશ યાદવ અને કરણ પ્રતાપસિંગ રાજપુતને ઝડપ્યો
સુરતની ઈચ્છાપોર પોલીસે અલગ અલગ ટ્રક, ટેલર અને ડમ્ફરમાંથી બેટરીની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડી 15 બેટરીઓ કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર શૈફાલી બરવાલ, મદદનીશ પોલીસ કમિશનર ડેન્યલ્સના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસી ગોહિલની ટીમ પીએસઆઈ કેપી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ પ્રભાતસિંહ તથા અહેકો નરેન્દ્રસિંહ અને અપોકો વનરાજસિંહ તથા સહદેવસિંહને મળેલી બાતમીના આધારે ઈચ્છાપોર વિસ્તાના ભેસાણ રોડ પરથી અલગ અલગ ટ્રક ટેલર, ડમ્ફરમાંથી બેટરીની ચોરી કરતી ગેંગના બે રીઢાઓ સુરેશ દિનાનાથ યાદવ અને કરણ પ્રતાપસિંગ ઉર્ફે મનિષ મનોજસિંગ રાજપુતને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીની 15 બેટરીઓ સાથે એક રીક્ષા કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
