સુરત પોલીસ કમિશનર દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસ કમિશનર દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ
રીઝીયન ટુ વિસ્તારમાં ગોટાલાવાડી ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ
રીક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારવામાં આવ્યા

સુરત પોલીસ કમિશનર દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવનુ આયોજન કરતા આરટુ વિસ્તારમાં ગોટાલાવાડી ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજાઈ હતી.

સુરત પોલીસ કમિશનર દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ કરવા આપેલા આદેશને લઈ આર 2 વિસ્તારમાં ડ્રાઇવ રાખવામાં આવી હતી. ગોટાલાવાડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી ઊંચા અવાજે હોર્ન વગાડતા રીક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતાં. અને રીક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારવામાં આવ્યા હતાં. કેટલાક વાહન ચાલકોને મેમો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે જણાવ્યું હતુ કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે અને એક મશીન વડે ધ્વનિ માપવામાં આવે છે. ૧૨૦ થી ૧૫૦ ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ કરનાર રિક્ષા ચાલક ના હોર્ન કાઢવામાં આવે છે. લોકોને જાગૃત થવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *