સુરત ઉધના પોલીસની મોટી સફળતા
સુરત એરપોર્ટ પરથી સાયબર ફ્રોડ કેસનો વધુ એક આરોપી ઝડપાયો
1550 કરોડ સાયબર ફ્રોડમાં વધુ એક આરોપી ઝડપાયો
સુરતની ઉધના પોલીસે ઝડપી પાડેલા 1550 કરોડના ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં વધુ એક આરોપીને સુરત એરપોર્ટ પરથી ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરતની ઉધના પોલીસ દ્વારા ગત વર્ષ 2025ના મે મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડી તપાસ કરતા 1550 કરોડનો ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો હતો. જે મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ એસીપી જાડેજાની સુચના સાથે પીઆઈ એસએન દેસાઈ ની એસઆઈટીની ટીમ બનાવાઈ હતી અને આ ગુનામાં અગાઉ 29 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા બાદ વધુ એક આરોપી એવા મુળ અમરેલિના દેવળીયાનો અને હાલ સુરતમાં એ.કે. રોડ પર આવેલી લક્ષ્મી નગર સોસાયટીમાં રહેતા દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી સુરત એરપોર્ટ પર આવતા જ તેને ઝડપી પાડ્યો હતો. જે અંગે નાયબ પોલીસ કમિશનર ડો. કાનન દેસાઈએ વધુ માહિતી આપી હતી.
