સુરતના ઉધનામાં ચાલુ સીટી બસમાં યુવાન પર જીવલેણ હુમલો

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉધનામાં ચાલુ સીટી બસમાં યુવાન પર જીવલેણ હુમલો
અસામાજિક તત્વો દ્વારા ચપ્પુ મારી દેવાતા હોસ્પિટલ ખસેડાયો
ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરતના ઉધના વિસ્તારમાં ચાલુ સીટી બસમાં યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો. અસામાજિક તત્વો દ્વારા ચપ્પુ મારી દેવાતા યુવાનને હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં ચાલુ સીટી બસમાં એક યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો. બે થી ત્રણ જેટલા અસામાજિક તત્વો દ્વારા સુરત મહાનગર પાલિકાની 104 નંબરની સીટી બસમાં હુમલો કરવામાં આવ્યો હતો. તો યુવાન પર મોબાઈલ ચોરી કરવા આવેલાઓએ ચપ્પુ વડે હુમલો કરતા સ્થાનિક લોકો તાત્કાલિક યુવકની મદદ માટે દોડી આવ્યા હતા અને યુવાનને હોસ્પિટલે ખસેડ્યો હતો. તો બનાવની જાણ થતા ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *