સીનીયર સિટિજનને આરટીઓ ચલનના નામે એપીકે ફાઈલ મોકલી

Featured Video Play Icon
Spread the love

સીનીયર સિટિજનને આરટીઓ ચલનના નામે એપીકે ફાઈલ મોકલી
મોબાઈલ ફોન હેક કરી લાખો રૂપિયા વિડ્રો કર્યા
સાયબર ફ્રોડ કરનાર 10 આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

તામિલનાડુના કોઈમ્બતુરના સીનીયર સિટિજનને આરટીઓ ચલનના નામે એપીકે ફાઈલ મોકલી મોબાઈલ ફોન હેક કરી લાખો રૂપિયા વિડ્રો કરી સાયબર ફ્રોડ કરનાર 10 આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતાં.

હાલ સમગ્ર દેશમાં સીનીયર સીટીઝન તથા મહિલાઓને ટાર્ગેટ કરી આરટીઓ ચાલાન નામે એપીકે ફાઈલ મોકલી મોબાઈલ ફઓન હેક કરી લાખો રૂપિયા ઓનલાઈન પડાવી લેવાના ગુનાઓ બની રહ્યા હોય ત્યારે તામિલનાડુના કોઈમ્બતુરના સીનીયર સિટીજનને આરટીઓ ચાલાન નામની એપીકે ફાઈલ મોકલી મોબાઈલ ફઓન હેક કરી 16 લાખ 49 હજારથી વધુ અલગ અલગ ક્રેડિટ કાર્ડથી વિડ્રો કરી સાયબર ફ્રોડ કરનાર 10 આરોપીઓ રજની તલસી ભડલીયા, વિસ્વા હિંમત રાદડીયા, સાવન હિંમત રાદડીયા, વિજય દયાલ ગોહિલ, જીતેન્દ્રસિંઘ શ્રાવનસિંઘ રાઠોડ, મહેન્દ્રસિંઘ દગેસિંઘ ગીરાસે, મીરલ મનોજ ચોવટીયા, કપીલ રાજુ ઘોદરે, મીત મનોજ ચોવટીયા અને ચંદન જયનાથ પાલને ઝડપી પાડ્યા હતાં. અને તેઓનો કબ્જો તામિલનાડુના કોઈમ્બતુર સીટી સાયબર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *