31 ફસ્ટને લઈ સુરતની તમામ ચેકપોસ્ટ પર નાકાબંધી
સારોલી પોલીસ દ્વારા સીમાડા કેનાલ ચેક પોસ્ટ પર ચેકિંગ
શહેર બહારથી આવતા વાહનોનું ચેકિંગ શરૂ કરાયું
31 ફસ્ટને લઈ સુરતની તમામ ચેકપોસ્ટ પર પોલીસે નાકાબંધી કરી હતી ત્યારે સુરતની સારોલી પોલીસ દ્વારા પણ સીમાડા કેનાલ ચેક પોસ્ટ પર ચેકિંગ કરાયુ હતું.
31 ફર્સ્ટને લઈ સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંગ ગેહલોતની સૂચના મુજબ સારોલી પોલીસે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. સુરતની શહેરની તમામ ચેકપોસ્ટ પર પોલીસે નાકાબંધી કરી હતી. અને શહેર બહારથી આવતા વાહનોનું ચેકિંગ શરૂ કરાયું હતું. સારોલી પોલીસ સ્ટેશનની સીમાડા કેનાલ ચેક પોસ્ટ પર પોલીસે ચેકિંગ શરૂ કર્યું હતું. સાથે બ્રેથ એનેલાઇઝરની મદદથી વાહન ચાલકોનું ચેકિંગ કર્યુ હતું. અને નશાની હાલતમાં કોઈ વાહન ચાલક ગાડી હંકારતો હશે તો જેલ થશે તેમ પોલીસે જણાવ્યુ હતું.
