સુરતમાં ડીઈઓ કચેરીમાંથી કૌભાંડ બહાર આવ્યું

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ડીઈઓ કચેરીમાંથી કૌભાંડ બહાર આવ્યું
પુર્વ ડીઈઓની બોગસ સહીઓ અને બંધ સ્કુલોના રેકોર્ડ સાથે ચેંડા
કોર્ડ સાથે ચેંડા કરી કરોડોના કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ

સુરતમાં ડીઈઓ કચેરીમાંથી કૌભાંડ બહાર આવ્યુ છે. જેમાં પુર્વ ડીઈઓની બોગસ સહીઓ અને બંધ સ્કુલોના રેકોર્ડ સાથે ચેંડા કરી કરોડોના કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે.

સુરત જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં સ્કૂલોની માન્યતાનું કૌભાંડ સામે આવ્યું છે. પૂર્વ ડીઈઓની બોગસ સહી અને બંધ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડાં કરી કરોડોના કૌભાંડની આશંકા છે. હાલમાં કાર્યરત જ નહીં પણ બંધ ખાનગી સ્કૂલોની ફાઈલોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. સ્કૂલોની માન્યતા માટે કરોડોની કમાણી કર્યાનો આક્ષેપ થયો છે. તો આ કૌભાંડમાં કચેરીના જ પાંચેક કર્મચારીઓ ખાનગી સ્કૂલના સંચાલકો સાથે મળીને ષડયંત્ર ચલાવી રહ્યા હતા. પૂર્વ ડીઇઓની બોગસ સહી કરીને વહીવટી મંજૂરીના ઓર્ડર ઇશ્યુ કરતા હતાં. જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં 21 સ્કૂલોમાં ગેરરીતિ મળી આવી છે. અને 45થી વધારે સ્કૂલો શંકાના દાયરામાં આવતા તપાસ હાથ ધરાઈ છે. હાલ તો ડીઈઓની તપાસમાં 106 સ્કૂલોના દસ્તાવેજો શંકાસ્પદ મળતા યુડાયસને લોક કરી દેવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *