સુરતમાં પત્રના શેડમાં આગની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પત્રના શેડમાં આગની વધી રહેલી ઘટનાઓ
કોસાડ રોડ પર વેલંજા ખાતે પતરાના શેડમાં આગ
આગમાં જાનહાની નહી થતા હાશકારો અનુભવાયો

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અમરોલી કોસાડ રોડ પર વેલંજા ખાતે પતરાના શેડમાં આગ લાગતા ફાયર ગાડીઓ દોડી ગઈ હતી. જો કે આગમાં જાનહાની નહી થતા હાશકારો અનુભવાયો હતો.

સુરતના ઉમરા વેલંજા કોસાડ રોડ પર રંગોલી ચોકડી પાસે આવેલા પતરાના શેડના ગોડાઉન અને દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ ધારણ કરતા આસપાસમાં રહેલી ટાયર સહિતની અન્ય ત્રણ દુકાનોને ઝપેટમાં લીધી હતી. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ધુમાડાના ગોટા ત્રણ કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યા હતાં. તો બનાવની જાણ થતા જ સ્થળે દોડી ગયેલી ફાયરની ટીમે આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *