અમદાવાદમાં ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નો પ્રારંભ

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું ઉદઘાટન
11 દિવસીય જ્ઞાનના મહાકુંભમાં જોડાવવા માટે ખાસ આહ્વાન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી ભવ્ય ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025’ ની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંયૂક્ત રીતે ઉદ્ઘાટન કર્યું છે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અને રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવ્યું છે, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બુકફેર ખુલ્લો મૂકાયો છે અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યાં છે, 23 નવેમ્બર સુધી બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ચાર દિવસ ફૂડ ફેસ્ટિવલ ચાલશે અને રૂપિયા ચૂકવીને તેમાં પ્રવેશ મેળવી શકાશે તેવી વાત સામે આવી છે, ખાવા-પીવાના અલગ-અલગ સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે જેમાં કયુઆર સ્કોડ મારફતે પેમેન્ટ કરીને જમી શકાશે તેમજ ઓનલાઈન વેબસાઈટ બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલના મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે QR કોર્ડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી ફૂડનું મેનું અને ભાવ મળી રહશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પુરી જગન્નાથ મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન અને મેયર સહિતના મહાનુભાવો દ્વારા પણ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલને આ 11-દિવસીય જ્ઞાનના મહાકુંભમાં જોડાવવા માટે ખાસ આહ્વાન કરવામાં આવ્યું છે. એક લાખથી વધુ સ્ક્વેર ફીટ વિસ્તારમાં ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’નું આયોજન થયું છે. આ 11 દિવસ સુધી ચાલનારા ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’મા 300થી વધુ ઇવેન્ટ્સ અને દરેક યુવા માટે એક મુખ્ય સ્ટેજ તૈયાર છે. આ ઉપરાત પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક છે અને કાર્યક્રમ સ્થળની પાસે આવેલા ગ્રાઉન્ડમાં નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *