તાપી જિલ્લાના ગૌરવ સમાન અભય જાદુગર

Featured Video Play Icon
Spread the love

તાપી જિલ્લાના ગૌરવ સમાન અભય જાદુગર
દક્ષિણ ગુજરાતના એકમાત્ર જાદુગર
વિશ્વ વિખ્યાત કે.લાલ જાદુગર પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી

સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓએ સોનગઢ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે તા. 2 ના રવિવારે લુપ્ત થતી હાથ સફાઈ, જાદુઈ કલાકારી ના ચાલી રહેલાં અભય જાદુગર આંતરરાષ્ટ્રીય સ્તરે જેમની કલાકારી ને ખ્યાતિ મળી છે એમના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

તાપી જિલ્લાના ગૌરવ સમાન અભય જાદુગર દક્ષિણ ગુજરાતના એકમાત્ર જાદુગર છે. જેમણે વિશ્વ વિખ્યાત કે.લાલ જાદુગર પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી છે. કોરોનાકાળ બાદ હાલમાં તેઓ પર્યાવરણ, સફાઈ અભિયાન, પ્લાસ્ટિક અવેરનેસ, જળ સંચય, અને શિક્ષણ પ્રત્યે બાળકોની રુચિ વધે, મોબાઈલના વળગણ થી દૂર રાખી શકાય એના માટે કાર્યક્રમ દરમિયાન શોર્ટ ફિલ્મ દર્શાવી સમાજમાં સામૂહિક જાગૃતિ કાર્યક્રમ પણ ચલાવે છે. જેનાથી વિધાર્થીઓમાં માનસિક થાક ઓછો થાય અને સકારાત્મકતા સાધી શકાય છે. જે બિરદાવવા લાયક કામગીરી માટે એમને અભિનંદન આપવા ઘટે.

સમગ્ર તાપી પ્રાંત દ્વારા એમના પ્રયત્નોને પ્રોત્સાહન આપવા અને લુપ્ત થઈ રહેલ કલાકારીને પુનઃ જાગૃત કરી ટકાવી રાખી લોકોમાં એકતા, અને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવવાની ભાવના સાથે તાપી જિલ્લાના રહેવાસી અભય જાદુગર શ્રી નરેશભાઈ હિંમતભાઈ માળી ને ગંગા સમગ્ર તાપી પ્રાંત તરફથી પ્રતિનિધિઓ સાથે મળીને સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *