ગુજરાતને મળ્યું નવું મંત્રીમંડળ.

Featured Video Play Icon
Spread the love

ગુજરાતને મળ્યું નવું મંત્રીમંડળ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓનું દમદાર મંત્રીમંડળ.
મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓએ શપથ લીધા.

ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે.

ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં જૂના 10 મંત્રીઓને સ્થાન નથી અપાયું. 16 ઓક્ટોબર, ગુરુવારે રાજ્યના 16 મંત્રીએ રાજીનામા આપ્યા બાદ આજે તારીખ 17 ઓક્ટોબરે મહાત્મા મંદિરમાં શપથવિધિ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ગુજરાતના 26 સભ્યના મંત્રીમંડળ માટે કુલ 21 મંત્રીએ શપથ લઈ લીધા છે. આ પૈકી ઋષિકેશ પટેલ – વીસનગર, કુંવરજી બાવળિયા – જસદણ, પરષોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય અને કનુ દેસાઈ – પારડીએ શપથ લીધા નથી. તેનું કારણ એ છે કે, તેમનો મંત્રીપદનો દરજ્જો યથાવત્ રાખવાનું નક્કી હતું. ગુજરાતના ગૃહમંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા તેઓ સૌથી નાની વયે રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. હવે તેમને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન અપાયું છે. તેઓ સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય છે ગુજરાતના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે.

નવા મંત્રીમંડળમાં 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી નેતાઓને સ્થાન અપાયું છે, જ્યારે 26 મંત્રીમાં 8 પાટીદાર નેતાને સ્થાન અપાયું છે તે સૂચક છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ કરાયો છે, ગુજરાતના નવા મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂત – સિદ્ધપુર, રાઘવજી પટેલ – જામનગર ગ્રામ્ય, બચુ ખાબડ – દેવગઢ બારિયા, મૂળુ બેરા – ખંભાળિયા, કુબેર ડિંડોર – સંતરામપુર, મુકેશ પટેલ – ઓલપાડ, ભીખુસિંહ પરમાર – મોડાસા, કુંવરજી હળપતિ – માંડવી, સુરત તેમજ જગદીશ વિશ્વકર્મા – નિકોલને સ્થાન નથી અપાયું. ગુજરાતના નવા મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડિયા – પોરબંદર સહિત કુલ 19 નવા ચહેરાને સ્થાન અપાયું છે, જે આ પ્રમાણે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *