વાંકલ ગામે પોષણ ઉત્સવ અંતર્ગત મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ

Featured Video Play Icon
Spread the love

વાંકલ ગામે પોષણ ઉત્સવ અંતર્ગત મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ
કાર્યક્રમમાં ગામના સરપંચ સહીત અનેક મહાનુભાવો હાજર રહ્યા

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ પંચવટી હોલ ખાતે પોષણ માસ અંતર્ગત માંગરોળ ઘટક 2 ઘટક કક્ષા ની મિલેટસ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં આંગણવાડી માંથી આપવામાં આવતા THR માંથી બનેલ વાનગીઓ અને મિલેટ્સ માંથી બનેલ વાનગીઓ નું પ્રદર્શન યોજાયું હતું

આ કાર્યક્રમમાં વાંકલ ગામના સરપંચ અનિતા ચૌધરી ગ્રામ પંચાયત સભ્યો દિવ્યા અટોદરિયા આરતીબેન પંચાલ ડૉ સંગીતા ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારીડો.સમીર ચૌધરી વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હરેશ રાદડિયા અને સંકલિત બાળ વિકાસ અધિકારી માધુરી ગુપ્તા એ પોષણ માસ માં પોષણ ઉત્સવ ના માધ્યમ થી સગર્ભા, ધાત્રી માતાઓ, બાળકોના વાલીઓ, અને કિશોરીઓ ને મિલેટ્સ, અને ટી એચ આર ના ફાયદાઓ અને એના વધુ વપરાશ અંગે માહિતગાર કર્યા હતા અને વધુ માં વધુ ઉપયોગ વિશે જાગરૂકતા કેળવવા અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *