અમરેલીમાં અશાંતધારો લાગુ છતાં મકાનોનાં દસ્તાવેજ અને બાનાખત,
મકાનોનાં દસ્તાવેજ અને બાનાખતના કારણે પરિવારો મુશ્કેલીમાં મુકાયા….
અમરેલી શહેરમા જુદાજુદા વિસ્તારમા વિધર્મીઓ સાથે મિલકતાેના થઇ રહેલા ખરીદ વેચાણને ધ્યાને લઇ સ્થાનિક રહીશાેએ અશાંતધારાની માંગ ઉઠાવી હતી, જિલ્લા કલેકટરને મળી રહીશો દ્વારા સસ્તા ભાવે મિલ્કત પડાવવાનો કારસો હોવાની રજૂઆત કરી તાત્કાલિક અશાંતધારો લાગૂ કરાયો છે છતાં પણ અનેક મકાનોનાં દસ્તાવેજ અને બાનાખત થયા છે જેના કારણે પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે
અમરેલીના શકિતપરા, માેગલ સાેસાયટી, ખાેડિયાર મંદિર શેરી, પટેલ ડિઝલવાળી શેરી વિગેરે વિસ્તારના રહીશાેએ તેમના વિસ્તારમાથી સસ્તા ભાવે મકાનાે પડાવી સાજીસ થઇ રહ્યાંનુ જણાવી આ તમામ વિસ્તારમા અશાંત ધારાે લાગુ કરવામા માંગ ઉઠાવી જિલ્લા કલેકટરને મળી રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે અશાંત ધારો લાગુ કરાયો હતો પરંતુ છટકબારીઓનો ગેરલાભ લઈ અશાંત વિસ્તારોમાં પણ છૂપી રીતે મકાન, અને દુકાનોની લે-વેચ થતી હોવાનું જોવા મળે છે. માથાભારે તત્ત્વો યેનકેન પ્રકારે અધિકારીઓ પાસેથી વેચાણ માટે અરજીઓ મંજૂર કરાવી દે છે. કાયદો હોવો સારી બાબત છે, પરંતુ સમયાંતરે તેની છટકબારીઓ શોધી તેમાં સુધારા કરાય તો લોકોને બિનજરૂરી કાયદાકીય પીંજણમાંથી આંશિક રાહત મળી શકે છે. અશાંતધારો લાગૂ કરાયો છે છતાં પણ અનેક મકાનોનાં દસ્તાવેજ અને બાનાખત થયા છે જેના કારણે પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે કોટ સહિત શહેરના અનેક વિસ્તારોમાં લાગુ કરાયેલ અશાંત ધારાના કેટલાક નિયમો લોકોને સલામતી આપવાના બદલે તેમના માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે. જેમાં વારસાગત મિલકત ટ્રાન્સફર કરવા માટે તેમજ હિન્દુ સામે બીજા હિન્દુને અથવા મુસ્લિમ સામે બીજા મુસ્લિમને મિલકત વેચે તો પણ મંજૂરી લેવી ફરજિયાત હોઈ લોકો બિનજરૂરી કાયદાકીય પળોજણમાં અટવાઈ રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં તો એક જ ધર્મના લોકો રહેતા હોય અને અશાંતિ ન હોવા છતાં કાયદો લાગુ કરી તેનો દુરુપયોગ કરાતો હોવાની ફરિયાદ સરકારમાં કરાઈ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
