સુરત: પાંડેસરામાં પ્રેમ પ્રકરણમાં યુવકનો આપઘાત
દીપક સૈન્દાને નામના યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
યુવકના ઘર નજીકમાં યુવતી સાથે પ્રેમ સંબંધવાનો પરિવારનો આરોપ
પ્રેમિકાના પરિવારના લોકોએ યુવકને માર માર્યો હોવાના આરોપ કરાયા
પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવાને પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી લેતા યુવાનના પરિવારે જ્યાં સુધી પ્રેમિકાના પરિવારની ધરપકડ નહી થાય ત્યાં સુધી મૃતદેહ નહી સ્વીકારવાની વાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરમાં રહેતો 27 વર્ષીય દીપક સેન્દાને નામના યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. તો યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ઘર પાસે રહેતી યુવતિ સાથે તેના પ્રેમ સંબંધ હોય જેથી પ્રેમિકાના પરિવારજનો દ્વારા યુવાનને માર મરાયો હતો જેથી જ્યાં સુધી પ્રેમિકાના પરિવારજનોની ધરપકડ નહી થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જેને લઈ પોલીસે સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી.
