માંડવી : વાલોડ નવા ફળિયા ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
સુંદર ભજન ગાતા સંસ્થાનાના કર્મચારીઓ ભજનના તાલે ઝૂમિ ઉઠ્યા
મઢી સુગર ફેક્ટરીમાં વાલોડ નવા ફળિયા મહિલા મંડળ દ્વારા ભજન સંધ્યા નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.
મઢી સુગર ફેક્ટરીના સાંસ્કૃતિક ઉત્સવ સમિતિ દ્વારા ગણપતિ હોલ ખાતે વાલોડ નવા ફળિયાના મહિલા મંડળને ભજન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે આમંત્રણ સ્વીકારીને વાલોડ નવા ફળિયાના મહિલા મંડળ દ્વારા મઢી સુગર ફેક્ટરી ખાતે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વાલોડ નવા ફળિયાના મહિલા મંડળ દ્વારા અત્યંત સુંદર ભજન ગાતા સંસ્થાનાના દરેક કર્મચારીઓ ભજનના તાલે ઝૂમિ ઉઠ્યા હતા. સંસ્થાની કોલોનીમાં રહેતા કંકુબા જેમની ઉંમર 97 વર્ષ હોય વર્ષોથી તેઓ ભજન હોય કે ડાયરો હોય છેલ્લે સુધી હાજરી આપે છે. તથા ભજનના તાલે તેઓ પણ ઝૂમી ઊઠે છે. અંતે સંસ્કૃતિ ઉત્સવ સમિતિના દરેક સભ્યો વતી નિષિત દેસાઈએ નવા ફળિયા મહિલા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો…
