સુરતમાં ડિંડોલી વિસ્તારમાં તિરંગા યાત્રાનુ ભવ્ય આયોજન
બાઈક રેલી યોજી લોકોએ દેશભક્તિના દર્શન કરાવ્યા
તિરંગા યાત્રામાં 200 થી વધારે લોકો જોડાયા
સ્વાતંત્ર પર્વની ઉજવણીને લઈ સુરતના ડિંડોલી વિસ્તારમાં તિરંગા યાત્રાનુ ભવ્ય આયોજન કરાયુ હતુ જેમાં બાઈક રેલી યોજી લોકોએ દેશભક્તિના દર્શન કરાવ્યા હતાં.
સુરતમાં 79માં સ્વાતંત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે અને દેશભક્તિના ભાવ સાથે ઉજવણી કરાઈ હતી. ઠેર ઠેર ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. તો સુરતના ડિંડોલીમાં અનોખી ઉજવણી કરાઈ હતી. સુરતના ડીંડોલી વિસ્તારમાં તિરંગા યાત્રાનું બાઈક રેલી આયોજન કરવામાં આવ્યું હતું. ડિંડોલી ખાતે આવેલ રાજમહેલ મોલ પાસેથી ડીંડોલી વિસ્તારો ભરીને મધુરમ સર્કલ ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 200 થી વધારે લોકો જોડાયા હતા અને દેશભક્તિના દર્શન કરાવ્યા હતાં.
