પલસાણાના એના ગામ સ્થિત સ્વાતંત્ર્ય પર્વની સુરત જિલ્લાકક્ષાની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

પલસાણાના એના ગામ સ્થિત સ્વાતંત્ર્ય પર્વની સુરત જિલ્લાકક્ષાની ઉજવણી
સરદાર પટેલ વિદ્યાલય ખાતે કલેકટર ડો. સૌરભ પારધી અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન
૧૫ મી ઓગષ્ટ- ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

પલસાણા તાલુકાના એના ગામ સ્થિત સરદાર પટેલ વિદ્યાલય ખાતે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને ૧૫ મી ઓગષ્ટ- ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની સુરત જિલ્લાકક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

૧૫ મી ઓગષ્ટ- ૭૯મા સ્વાતંત્ર્ય પર્વએ કલેકટર ડો. સૌરભ પારધીએ ધ્વજવંદન કરતા તિરંગો લહેરાવ્યો હતો તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારી-કર્મચારીઓ, નાગરિકો, 10 બ્રેઈનડેડ અંગદાતાના પરિવારજનોને સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓની દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓથી એના ગામ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવામાં સુરત જિલ્લો એક સમર્પિત ભાગીદારના રૂપમાં યોગદાન આપી રહ્યો છે. સુરત જિલ્લાના અંતરિયાળ ગામો, છેવાડાના આદિવાસી વિસ્તારો સુધી પીવાનું સ્વચ્છ પાણી, સિંચાઈનું પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણની સવલત થકી વિકાસના ફળો પહોંચ્યા છે, આ વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે જિલ્લા વહીવટીતંત્રને વિશેષ ગૌરવ અને આનંદ છે. દેશની ૧.૪૪ લાખ ગ્રામ પંચાયતોમાંથી સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતા ગુજરાત અને જિલ્લાનું ગૌરવ વધ્યું હોવાનું જણાવી આ સિદ્ધિ બદલ પદાધિકારી-અધિકારીઓ, ગ્રામજનો અભિનંદન આપ્યા હતા. કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, સુરત જિલ્લો અને શહેર સ્વચ્છતામાં દેશભરમાં અગ્રેસર રહ્યા છે. દેશમાં સ્વચ્છ શહેરની નામના સુરતને મળી છે. શહેર સાથે નગરપાલિકાઓ પણ સ્વચ્છતામાં અગ્રેસર રહી છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ માં બારડોલી અને કડોદરા નગરપાલિકાએ ભારતના ટોચના 100 સ્વચ્છ શહેરમાં સ્થાન મેળવ્યું છે ગૌરવપ્રદ છે.

સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારના પ્લોટ વિહોણા લાભાર્થીઓનો માટે વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશના ભાગરૂપે ૧૦૩ ઘરવિહોણા લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટ ફાળવ્યા છે, જેમને આવાસ મંજુરીના હુકમ એનાયત કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. પી.એમ. જનઆરોગ્ય યોજના અંતર્ગત સુરતમાં કુલ ૧,૨૨,૮૬૭ લાભાર્થીઓએ PMJAY અંતર્ગતની પ્રાઈવેટ હોસ્પિટલો તથા સરકારી હોસ્પિટલોમાં વિનામુલ્યે સારવારનો લાભ મેળવ્યો છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના PMJAY “વયવંદના” અંતર્ગત સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૫૭,૬૨૬ જેટલા ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય કવચ પૂરૂ પાડ્યું છે એમ જણાવી જિલ્લાના નાગરિકોને સરકારની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા જિલ્લા તંત્ર હરહંમેશ સંકલ્પબદ્ધ હોવાનું કહ્યું હતું. આઝાદીના ઘડવૈયા પૂ.ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નામી અનામી સ્વતંત્રતા સંગ્રામના વીરોનું સ્મરણ કરી તેમણે જિલ્લાના સૌ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *