સુરતમાં દારૂના અડ્ડાઓ પર હવે રાજકીય પાર્ટીઓ જનતા રેડ કરી
આમ આદમી પાર્ટીએ સચીનમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરી
જનતા રેડ કરાતા પોલીસ દોડતી થઈ
સુરતમાં ચાલતા દારૂના અડ્ડાઓ સાથે આમ આદમી પાર્ટી દ્વારા લાલ આંખ કરી જનતા રેડ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
દારૂ બંધી હોવા છતા સુરતમાં જોઈએ તે બ્રાન્ડનો દારૂ મળી રહે છે ત્યારે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓના પાપે ચાલતા દારૂના અડ્ડાઓ પર હવે રાજકીય પાર્ટીઓ જનતા રેડ કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી સુરત દ્વારા સચીન વિસ્તારમાં આવા જ એક દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઈ હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિતનાઓએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
