સુરતમાં ગુજરાત ગેસ કંપનીનીલાઇનમાંથી ગેસ ચોરીના કૌંભાડમાં 2 કર્મચારીની ધરપકડ
આરોપીઓ 43 લાખ 80 હજારથી વધુની ગેરકાયદે ગેસની ચોરી કરી
વિશાલ મહેશ પટેલ તથા શરદ યશવંત મકનકની ધરપકડ
ગુજરાત ગેસ કંપનીની પાઈપ લાઈનમાંથી ગેરકાયદે કનેકશન મેળવી ગેસ કંપનીને લાખોનુ નુકશાન પહોંચાડી ગેસ ચોરી કરનાર અને કંપનીના કર્મચારીની ધરપકડ કરાઈ છે.
સુરતની ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ કંપનીની પાઈપ લાઈનમાં ગેરકાયદેસર કનેકશન મેળવી ગેસ કંપનીના પાઈપલાઈનને નુકશાન કરી ગેરકાયદેસર ગેસની ચોરી કરનાર વિશાલ કુમાર મહેશકુમાર પટેલએ વર્ષ 2007માં ગેસ કનેકશન લીધા બાદ ઓક્ટોબર 2022માં ગેસ કનેકશન બંધ કરાવ્યુ હતું. જો કે આરોપીએ ગેસ કંપનીમાં મીટર રીડીંગનુ કામ કરતા કર્મચારી શરદ યશવંત મુકનક સાથે મળી ગેરકાયદેસર રીતે ગેસ પાઈપલાઈન કનેકશન માટે સાધનો પુરા પાડી ગેસ પાઈપલાઈન સાથે જોડાણ કરી ગેરકાયદે ગેસની ચોરી કરી 43 લાખ 80 હજારથી વધુની ગેસની ચોરી કરી હતી. જે અંગે ઉધના પી.આઈ. એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પીઆઈ જે.એસ. ઝાંબરે અને પીએસઆઈ એમ.કે. ઈશરાણીના નેતૃત્વ હેઠળ અનાર્મ હેડ કોન્સ્ટેબલ જીગ્નેશ અંબાલાલ તથા સન્મુખ રણછોડએ બાતમીના આધારે વિશાલ મહેશ પટેલ તથા શરદ યશવંત મકનકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
