સુરત : ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની 116મી સામાન્ય સભામાં યોજાઈ
બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર હૉલ ખાતે સાધારણ સભા યોજાઈ
મુકેશ પટેલએ દૂધ મંડળીઓમાં ગેરવહીવટ મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા
વાર્ષિક સાધારણ સભામાં અનેક મહાનુભાવો અને અગ્રણીઓ હાજર રહ્યા
બારડોલી : ધી સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેન્કની ૧૧૬મી વાર્ષિક સાધારણ સભા આજે બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર હૉલ ખાતે યોજાઈ હતી. આ સભામાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે સુમુલ ડેરીની દૂધ મંડળીઓમાં ચાલતા ગેરવહીવટ અંગે આકરી ચીમકી ઉચ્ચારી હતી, જેના પગલે ઉપસ્થિત સહકારી નેતાઓમાં સોપો પડી ગયો હતો.
વીઓ : મંત્રી મુકેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સુમુલ ડેરીની મંડળીઓમાં ચાલતા ગેરવહીવટ બાબતે કોઈને પણ છોડવામાં આવશે નહીં. તેમણે 1100 મંડળીઓનું ઓડિટ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જ્યાં પણ ખામી જણાશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીએ ખાસ કરીને સુમુલ ડેરીના જ ડિરેક્ટરો દ્વારા મહારાષ્ટ્રથી દૂધ લાવીને વેપલો ચલાવવાના ગંભીર આરોપો લગાવ્યા હતા અને આ ભ્રષ્ટાચારને કોઈપણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે તેવી ચેતવણી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે અને તપાસ તો થશે જ. ઉપરાંત, મુકેશ પટેલે સહકારી મંડળીઓ દ્વારા ખાતર નો પણ વેપલો કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, ખેડૂતોને ખાતર માટે વલખાં મારવા પડી રહ્યા છે અને મંડળીઓ બારોબાર ઇન્ડસ્ટ્રીમાં ખાતર પહોંચાડી રહી છે. તેમના આ નિવેદનથી સમગ્ર સભામાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ પ્રસંગે, સહકારી અગ્રણી ભિખાભાઈ પટેલે પણ સહકારી સંસ્થાઓમાં સૌને સાથે રહીને ચાલવા અપીલ કરી હતી. સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના પ્રમુખ બલવંતભાઈ પટેલે બેન્કની વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાનની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બેન્કે ₹૪૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. કુલ થાપણોમાં ૧૪.૩૬% નો વધારો થયો છે, જ્યારે ધિરાણમાં ૬.૧૬% અને રોકાણમાં ૧૮.૧૫% નો વધારો નોંધાયો છે.
બળવંતભાઈ પટેલ (પ્રમુખ સુરત ડિસ્ટ્રિક્ બેક )
વીઓ :આ સભામાં ધારાસભ્ય સંદીપ દેસાઇ, પૂર્વ પ્રમુખ નરેશ પટેલ, સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ભાજપ મહામંત્રી જિગર નાયક, ગુજરાત રાજ્ય ફેડરેશનના પ્રમુખ રાજેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
