- નવું ફેક્ટરી યુનિટ બનાવી રહી છે
કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો SME પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો IPO, પ્રથમ રોડ-શો સુરતમાં યોજાયો
KP ગ્રીન એન્જિયરીંગ લિમિટેડનો SME પ્રારંભિક જાહેર ઓફર(IPO) શુક્રવાર, 15મી માર્ચ, 2024 ના રોજ ખુલશે, પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરાય,
22 માર્ચે સુરતમાં જ બેલ સેરમેની કરી નવો ચિલો ચાતરશે કેપી ગ્રુપ
સુરત: 11 માર્ચ 2024 સુરત ગુજરાત સ્થિત કેપી ગ્રુપની 25 વર્ષ પુરાણી ફ્લેગશીપ કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો એસએમઈ પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો આઈપીઓ આવી રહ્યો છે. તેનો પ્રથમ રોડ શો (ઈન્વેસ્ટર, બ્રોકર મીટ) સુરતની લે-મેરિડિયન હોટલ ખાતે યોજાયો હતો. અત્યારસુધી પ્રથમ રોડ શોનું ચલણ દિલ્હી અથવા મુંબઈ રહ્યું છે પરંતુ કંપનીનું હેડક્વાટર્સ સુરત હોય અહીં એક નવો ચિલો પાડવામાં આવ્યો છે. કંપની તા. 22 માર્ચના રોજ બેલ સેરમની પણ સુરતમાં જ કરવા જઈ રહી છે.
માહિતી આપતા કેપી ગ્રુપના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ડો. ફારુક જી. પટેલે કહ્યું હતું, IPO માટે પ્રત્યેકની ₹5/- ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવીછે. આઈપીઓ શુક્રવાર, 15મી માર્ચ, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર, 19મી માર્ચ, 2024ના રોજ બંધ થશે. આ પહેલા અમારી બે કંપની સ્ટોક માર્કેટમાં આવી ચુકી છે. જેમાં કેપી એનર્જી લિ. વર્ષ 2016માં લિસ્ટેડ થઈ હતી. કેપી એનર્જીની માર્કેટ કેપ આજે રૂ. 2638 કરોડ છે. બીજી કંપની KPI ગ્રીન એનર્જી લિમિટેડ વર્ષ 2019માં લિસ્ટેડ થઈ હતી. આ કંપનીનું માર્કેટ કેપ 10404 કરોડ રૂપિયા છે. અમે વિચાર્યું હતું કે, ડોલર જેટલી આપણી કિંમત થાય અને કેપીઆઈ ગ્રીનનો એક રૂપિયો બરાબર 84 રૂપિયા થઈ ગયો. આ પર્ફોમન્સ અમારું રહ્યું છે. કેપી ગ્રુપનું રૂ. 150 અબજથી વધુનું બિઝનેસ એમ્પાયર છે. બંને કંપનીઓ રિન્યુએબલ એનર્જી સેક્ટર સોલાર-વિન્ડ પાવર અને હાઇબ્રિડમાં સારું પ્રદર્શન કરી રહી છે અને જેનો આઈપીઓ લાવી રહ્યાં છે તે કેપી ગ્રીન એન્જિનિયરિંગ 25 વર્ષથી કામ કરી રહી છે, એટલે હું ચોક્કસ કહીંશ કે તે સારું જ પ્રદર્શન કરશે. અમે વડાપ્રધાન મોદીના રિન્યુએબલ સેક્ટરમાં વર્ષ 2030માં 500 ગીગાવોટ્સના ટાર્ગેટ સુધી પહોંચવામાં એગ્રેસીવલી આગળ ધપી રહ્યાં છે અને દેશની બીજા દેશો પરની નિર્ભરતા ધટાડી રહ્યાં છે.
