ઉમરાળાના સ્વ.પથુભા પીપરાળીના કસ્ટોડિયલ ડેથ મામલે ન્યાયની માંગ
પથુભા પીપરાળીના કસ્ટોડિયલ ડેથ મામલે વિરોધ પ્રદર્શન
કસ્ટોડિયલ ડેથ મામલે ન્યાયની માંગ સાથે ઉમરાળામાં આક્રોશ
ઉમરાળાના અગ્રણી નાગરિક સ્વર્ગસ્થ પથુભા પીપરાળીના કસ્ટોડિયલ ડેથ મામલે ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે.
પરિવાર દ્વારા SIT અથવા સીટિંગ જજની હાજરીમાં નિષ્પક્ષ તપાસની સતત માંગ કરવામાં આવી રહી છે, પરંતુ પાર્થિવ શરીર લાંબા સમયથી પીએમ હાઉસમાં હોવા છતાં અને ગામલોકો ત્રણ દિવસથી પાર્થિવ શરીરની રાહ જોઈ રહ્યા હોવા છતાં કોઈ નિર્ણય ન લેવાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ વિરોધના ભાગરૂપે આજે ઉમરાળા તાલુકાના પીપરાળી ગામની સ્મશાનભૂમિ ખાતે પ્રતીક સ્વરૂપે વહીવટી તંત્રના અંતિમ સંસ્કાર કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ તકે વક્તાઓએ ભાવનગર જિલ્લાનું વહીવટી તંત્ર કોના ઈશારે કામ કરી રહ્યું છે તેવા સવાલ ઉઠાવી સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઝડપથી નિર્ણય લઈ પરિવારને ન્યાય અપાવવામાં નહીં આવે, તો પીપરાળીથી ઉઠેલી આ ચિંગારી ભાવનગર જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં મોટી આગનું સ્વરૂપ ધારણ કરશે
