અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો રક્તદાન કેમ્પ
થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે દર મહિને યોજાય છે રક્તદાન કેમ્પ
1,000 પોલીસકર્મીઓ રક્તદાન કરશે
અમદાવાદમાં શહેર ટ્રાફિક પોલીસ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે થેલેસેમિયાના દર્દીઓની મદદ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં શહેર ટ્રાફિક પોલીસ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે થેલેસેમિયાના દર્દીઓની મદદ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ટ્રાફિક પોલીસના જવાનો, અધિકારીઓ સહિત અનેક લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી રહ્યા છે. ટ્રાફિક નિયમન કરવાની જવાબદારી નિભાવતા પોલીસકર્મીઓએ રક્તદાન દ્વારા માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે અંદાજે 1,000 પોલીસકર્મીઓ રક્તદાન કરશે તેવી અપેક્ષા છે, જ્યારે કેમ્પમાં 700 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
થેલેસેમિયાના દર્દીઓને નિયમિત રીતે રક્તની જરૂરિયાત રહેતી હોય છે. આવા દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી શહેર ટ્રાફિક પોલીસ અને રેડક્રોસ સોસાયટી દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં એકત્ર થનાર રક્ત દર્દીઓની સારવારમાં ઉપયોગી બનશે. કેમ્પમાં શહેર ટ્રાફિક પોલીસના જવાનો અને અધિકારીઓ સહિત અન્ય લોકોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. ફરજની સાથે સામાજિક જવાબદારી નિભાવતા પોલીસકર્મીઓએ માનવતાનો સંદેશ આપ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
