ભાવનગરમાં યુવકને કારથી કચડવાનો પ્રયાસ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં યુવકને કારથી કચડવાનો પ્રયાસ
ગોકુળનગરમાં જૂની અદાવતમાં યુવક પર કાર ચઢાવવાનો પ્રયાસ.

ભાવનગરના ગોકુળનગરમાં જૂની અદાવતમાં યુવકને કારથી કચડી નાખવાનો પ્રયાસ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

ભાવનગર શહેરમાં જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ગોકુળનગર વિસ્તારમાં કાળા કાચવાળી અલ્ટો કારમાં આવેલા બે શખ્સોએ અગાઉથી કાવતરું રચીને એક પ્રવીણભાઈ હીરાભાઈ રાઠોડ નામના યુવકને નિશાન બનાવ્યો હતો. યુવક પોતાના એક્સેસ સ્કૂટર પર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન સામેથી પૂરઝડપે કાર હંકારી સ્કૂટર સાથે ટક્કર મારી તેને નીચે પાડી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પ્રવીણ ઊભો થઈને જીવ બચાવવા ભાગ્યો ત્યારે એક આરોપી હાથમાં લાકડાનો ધોકો લઈને તેની પાછળ દોડયો હતો અને ત્યારબાદ કારમાં સવાર થઈ ફરી પ્રવીણનો પીછો કરી તેને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર બનાવમાં પ્રવીણને હાથ-પગમાં ઇજાઓ પહોંચી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જયારે આશરે એક વર્ષ અગાઉ થયેલી માથાકૂટની અદાવત રાખીને ભોપાભાઈ નાથાભાઈ મેર અને અમિત ઉર્ફે અક્ષય દલપતભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *