માંડવીમાં ધારાસભ્ય કુંવરજી હળપતિએ નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું
ગુજરાત ભાજપ મહામંત્રી રત્નાકરજીના હસ્તે આરતી ઉતારી શુભારંભ કરાયો
અનેક નેતાઓ હાજર રહ્યા
માંડવી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ નો ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ દ્વારા સનાતન હિંદુ શક્તિ સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવ નો ભવ્ય આયોજન કરાયું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકર જી ના હસ્તે આરતી ઉતારવામાં આવી
માંડવી માં આદ્યશક્તિ અંબેમાના નવરાત્રી મહોત્સવ નો ખૂબ જ ભક્તિભાવ માહોલમાં ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો જેમાં માંડવી 157 વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ દ્વારા માંડવી હાઈ સ્કૂલ ના ગ્રાઉન્ડ પર સનાતન હિન્દુ શક્તિ સમિતિ નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી ના હસ્તે આરતી ઉતારી નવરાત્રી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે 23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા પ્રભારી ગૌતમ ગેડિયાજી, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ તાપી જિલ્લા પ્રભારી ડોક્ટર બલર તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ સુરજભાઈ વસાવા, સુરત જિલ્લાના મહામંત્રીશ્રીઓ જગદીશભાઈ પારેખ રોહિતભાઈ પટેલ અંકુરભાઈ દેસાઈ તેમજ તાપી જિલ્લાના મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. જો વેશભૂષા ધજી સજીને ગરબે આનંદ ઉલ્લાસ ગરબેઘૂમી ભક્તિ અને શક્તિનો પારંભ કરાવ્યો હતો..
