સુરતના કતારગામમાં ચિંતામણી એપાર્ટમેન્ટની સીડી ધરાશાયી

Featured Video Play Icon
Spread the love

સુરતના કતારગામમાં ચિંતામણી એપાર્ટમેન્ટની સીડી ધરાશાયી
સીડી તૂટતાં બાળકો-મહિલાઓ સહિત 28 લોકો ઉપરના માળે ફસાયા
બાલ્કનીમાંથી રહીશોએ બૂમો પાડી મદદ માંગી
ફાયર વિભાગે સ્થળે પહોંચી તમામ 28 લોકોને સલામત બહાર કાઢ્યા

સુરતના કતારગામ લિંબાચિયા ફળિયા વિસ્તારમાં આવેલ ચિંતામણી એપાર્ટમેન્ટની બી વિંગની સીડી અચાનક ધરાશાયી થતાં 28 લોકો ઉપરના માળે જ ફસાઈ ગયા હતા. જેને લઈ બાળકો અને મહિલાઓ સહિતના રહીશોએ બાલ્કનીમાંથી બૂમો પાડી મદદ માંગી હતી. તો બનાવને લઈ ફાયરે સ્થળે દોડી જઈ તમામનેસહિસલામત બહાર કાઢ્યા હતાં.

સુરતના કતારગામ લિંબાચિયા ફળિયા ખાતે ચિંતામણી એપાર્ટમેન્ટમાં અચાનક દાદર ધરાશાયી થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બી વિંગની સીડી તૂટી પડતાં ઉપરના માળે રહેતા બાળકો અને મહિલાઓ સહિત કુલ 28 રહીશો નીચે આવી શક્યા નહોતા. સીડીનો રસ્તો બંધ થઈ જતાં ફસાયેલા લોકોએ બાલ્કનીમાંથી બૂમો પાડી મદદ માટે અપીલ કરી હતી. ઘટનાની જાણ થતાં જ કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે બે બિલ્ડિંગ વચ્ચે લેડર બ્રિજ બનાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અશક્ત લોકોને ખાટલા મારફતે સુરક્ષિત રીતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગની સમયસૂચક કામગીરીથી બાળકો, મહિલાઓ સહિત તમામ 28 લોકોને હેમખેમ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *